You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

(2 Reviews)

ગ્રેટ રોબરી

પ્રફુલ શાહ
Type: Print Book
Genre: Mystery & Crime
Language: Gujarati
Price: ₹200 + shipping
Price: ₹200 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

સત્યઘટનાઓ પર આધારિત આ પુસ્તકમાં છે ફટાફટ લખપતિ બનવાનું સપનું જોતા, ગજબના હિમ્મત, બુદ્ધિ બળ, આયોજન અને નેતૃત્વ કળા ધરાવતા ધાડપાડુઓની વાતો. એ કોઈ નાયકો નહીં, પણ પ્રતિનાયકો છે.

About the Author

પ્રફુલ શાહ: મૂળ રાજવી કવિ કલાપીના ગામ લાઠીના વતની. ચાર દાયકાથી મુંબઈના ગુજરાતી પત્રકારત્વ આલમમાં સક્રિય પ્રફુલ શાહ હજારો લેખ અને કેટલીય લોકપ્રિય કોલમ લખી ચૂક્યા છે. 'જન્મભૂમિ', 'ગુજરાત સમિચાર', 'મિડ-ડે' અને 'સમાતંર પ્રવાહ' જેવા 'નામાંકિત અખબારોમાં મહત્વપુર્ણ જવાબદારી સફળતાથી નિભાવી છે. હાલ એશિયાનાં લગભગ બે દાયકા જૂના ઐતિહાસિક અખબાર 'મુંબઇ સમાચાર'માં સક્રિય. સાથોસાથ સિનેમાના ઊંડા અભ્યાસી. આસપાસનાં સાચુકલા માનવીની જીવતી-જાગતી પ્રેરણાદાયક વાતોને ઊંડા સંશોધન અને રસપ્રદ શૈલીમાં રજૂઆત એ એમની વિશેષતા છે.
૨૦૧૯ના ઓગસ્ટમાં તેમના નામે અનોખો વિક્રમ નોંધાયો: માત્ર ૧૫ દિવસમાં તેમની સંકલ્પના અને સંશોધનવાળી બબ્બે વેબ મુવી 'બારોટ હાઉસ' અને 'પો‌ષમ પા' Zee5 પર રીલીઝ થઇ. કોઈ ગુજરાતી તો, ઠીક ભારતીય લેખક કે પત્રકાર આવું સિધ્ધ કરી શક્યા નથી. પાંચ આન્તરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરી ચુકેલા પ્રફુલભાઈએ 'અજબ ગજબ કસબ' અને 'એક પટરાણી, એક ખટપટરાણી' નામના નાટક લખ્યાં છે.
ટીવી સીરિયલમાં 'સ્વપ્ન કિનારે', (ગુજરાતી-૧૦૦ જેટલા એપિસોડ), જીવન-જ્યોતિ(૧૩ એપિસોડ) અને 'રજની' સહિતની કેટલીક સીરીયલમાં લેખન કર્યું છે. છોગામાં 'ધ વ્હાઇટ લેન્ડ'(ગુજરાતના નાના રણના અગરિયાઓની વેદના-સંઘર્ષ પર આધારિત કથાનક) ,'ફાધર્સ ડે'(નવલકથા પર આધારિત) અને ગુરખા સૈનિક વિષ્ણુ પ્રસાદ શ્રેષ્ઠ પર બાયોપિક ફિલ્મમાં એમની કલમની કમાલ છે.

Book Details

Publisher: Praful Shah
Number of Pages: 113
Dimensions: 5.83"x8.27"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

ગ્રેટ રોબરી

ગ્રેટ રોબરી

(4.50 out of 5)

Review This Book

Write your thoughts about this book.

2 Customer Reviews

Showing 2 out of 2
bhaveshdattani 3 years, 11 months ago Verified Buyer

ગ્રેટ રોબરી:-

પુસ્તક નું કવર જોયું ત્યારે લાગ્યું કે એક વાર્તા હશે, ખબર નહોતી કે ૧, ૨ નહિ પણ પૂરી ૯ સત્ય ઘટના આ પુસ્તક માં સમાયેલી છે. મોટે ભાગે લુંટ નાં કિસ્સા માં ત્યાં કામ કરતા કર્મચારી ની સંડોવણી જ હોય છે. પુસ્તક માં કહ્યા પ્રમાણે "કાયદા રક્ષકો જો ખરેખર નક્કી કરી લે તો ભાગ્યે જ કોઈ ગુનેગાર તેમનાથી બચી શકે."
There is no shortcut to success. મહેનત નો કોઈ જ વિકલ્પ નથી. વાંચવાની મજા આવી, દાદ લો(પીટર) ની યાદ આવી ગઈ. આપ ને ખૂબ ખૂબ અભિનંદન.

ભાવેશ દત્તાણી
થાણે

Praful R Shah 4 years ago

Thtill & reality

If interested in real-life crime stories, this is your book. A must-read.

Other Books in Mystery & Crime

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.