You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
માનવતાના આંગણે સંન્યાસની કસોટી
સંન્યાસ... એક એવો શબ્દ જે ત્યાગ, વૈરાગ્ય અને મોક્ષની ભાવના સાથે જોડાયેલો છે. પરંતુ શું કોઈ સંન્યાસી જ્યારે સંસારની સૌથી મોટી અસમાનતાની વચ્ચે ઊભો રહે, ત્યારે તેના સંન્યાસનો ખરો અર્થ શું હોય છે? આ પ્રશ્નનો ઉત્તર એટલે જ નવલકથા 'સાચો સંન્યાસી'.
ગિરનારમાં ગુરુ પાસેથી સર્વશ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરનાર સંન્યાસી પ્રકાશ ચંદ્ર, જ્યારે ગુરુના આદેશથી સમાજના ત્યજાયેલા અને અછૂત ગણાતા લોકોની વચ્ચે જાય છે,
ત્યારે તેમનું જીવન એક નવા આયામમાં પ્રવેશે છે. આ વાર્તા માત્ર એક સંન્યાસીની ફરજ નથી, પરંતુ તે સમયના સમાજમાં વ્યાપેલા અંધશ્રદ્ધા, નાત-જાતના કડક બંધનો અને અમાનવીય અસ્પૃશ્યતા પર પ્રકાશ ફેંકે છે.
અહીં તમને એક તરફ મીઠા ભગતની સત્યનિષ્ઠા અને કરસન માસ્તરનો સામાજિક સમાનતા માટેનો સંઘર્ષ જોવા મળશે, તો બીજી તરફ, અછૂત કન્યા આરતી અને ઉજળિયાત યુવાન ડૉક્ટર અભયના નિષ્કલંક પ્રેમની વિરહ અને મિલનની ગાથા હૃદયને સ્પર્શી જશે.
નવલકથાના નાયક, પ્રકાશ ચંદ્રનું બલિદાન... પોતાની બેન સમાન કન્યાનું રક્ષણ કરવા માટે સંન્યાસી હોવા છતાં લગ્ન કરવાની તેમની પરાકાષ્ઠા, એ સાબિત કરે છે કે સર્વશ્રેષ્ઠ ધર્મ માનવતા છે, અને સાચો સંન્યાસ ત્યાગમાં નહીં, પણ કર્તવ્ય પાલનમાં રહેલો છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book સાચો સંન્યાસી.