You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
‘શૂન્ય થવા વિષે’ એ ગઝલો, શાયરીઓ અને અંતર મન જંજોળનારી અમુક વાતોનો એક નાનકડો સમૂહ છે.
આમાં રજૂ થયેલ વિચારો કોઈ એક વ્યક્તિ, પરિસ્થિતિ કે સમાજ પૂરતા મર્યાદિત નથી - તે માનવ અનુભવની અંદર ઊંડે વસેલા સંઘર્ષને સ્પર્શે છે.
અહીં લખાયેલા શબ્દો જવાબ આપતા નથી, પણ પ્રશ્નો ઉભા કરે છે.
અહીં પ્રાર્થના છે, પણ સાથે જ સંશય પણ છે.
અહીં પ્રેમ છે, પણ તેની પાછળ છુપાયેલો ભાર પણ છે.
અને સૌથી વધુ - અહીં ‘હું’ ની સાથે સાથે ‘હું’ ના શિલ્પકાર સાથે અથડામણ પણ છે!
આ પુસ્તકને કદાચ ધાર્મિકતા અને આધ્યાત્મિકતા વચ્ચેનો ભેદ ભૂંસવાનો એક નાનો પ્રયાસ કહી શકો તમે! છતાં પણ સ્વાધ્યાય અને નિષ્કર્ષ વ્યક્તિગત હોઈ શકે! આખરે દરેકની સફર પણ વ્યક્તિગત છે!
રચનાકાર પણ ઇન્સાન જ છે!
એટલે એણે પણ જે પથારો કર્યો છે એ અંતે સમેટવાનો વારો આવવાનો જ છે! પણ આ તો અચાનક ઉચાળા ભરવાના થાય ને કાઠું ના પડે એટલે થોડી થોડી રોજીંદી કવાયત..!
- ‘અક્ષર’ ફાલ્ગુન જોટાણી
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book શૂન્ય થવા વિષે.