You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
પરિવર્તન પ્રગતિ લાવે પણ જો એ સાચી દિશામાં હોય તો જ. પરિવર્તન જો ખોટી દિશા તરફ વળે તો એ આપણો કે સંસારનો નાશ પણ કરી શકે છે, જે આપણે હમણાં જોઈ રહ્યા છીએ. ચાઇના એ કરેલી પ્રગતિ, એમાં ઘણો વિકાસ થયો પણ એક ખોટા પગલાએ સંસારમાં વિનાશ સર્જ્યો. આની અસર ખાલી ચાઇનામાં જ નહીં પણ આખી દુનિયામાં વર્તાઈ આવી છે અને તેની અસર આપણે હજી પણ જીરવી રહ્યા છીએ.
કોરોના કાળ આપણને ઘણું જ શીખવી ગયો અને કહેવા જઈએ તો આપણી આંખો ઉઘાડતો ગયો. સમજવાવાળાઓએ ઘણી સારી સમજ લીધી પણ પણ ઘણા દુષ્ટ લોકોએ એનો ભરપૂર ફાયદો પણ ઉપાડ્યો. ખેર, સર્વના કર્મો સર્વ સાથે. સારા અર્થમાં પરિવર્તન સમૃદ્ધિ લાવે અને ખોટા અર્થમાં વિનાશ. તો દોસ્તો, હવે એ આપણે વિચારવાનું છે કે આપણે આપણી અંદર અને સમાજની અંદર કેવું પરિવર્તન લાવવું જોઈએ.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book પરિવર્તન.