You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
કાર્યમાં હસ્તક્ષેપ કર્યા વગર દોરવણી આપવી એ બહુ અઘરું કામ છે. દરેક એમ સમજે છે કે સલાહ આપવી જરૂરી છે અને આથી કામમાં અડચણ ઉભી થાય છે. પરંતુ, હસ્તક્ષેપ કરવો અને દોરવણી આપવી એ બન્ને અલગ છે. જે આ ભેદ સમજે તે સારથી. આવી વ્યક્તિ આપોઆપ આદર પામે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ પાંડવોને દોરવણી આપે છે, હસ્તક્ષેપ કરતા નથી આથી તે સારથી અને યુદ્ધ નથી કરતા એટલે મહાન.
આમ, આ પુસ્તકમાં લખાયેલી ટેબ્લેટ જેવડી સ્ટોરીઓ તમારા જીવનમાં હસ્તક્ષેપ કર્યા વગર તમારા વિચારોને દોરવણી આપશે. તમારા જીવનમાં ક્યાંક સારથી રૂપે સાથે આવશે એવી આશા.
very nice book
સ્ટોરીની ટેબ્લેટ એ પ્રેરણાત્મક પુસ્તક છે, જે જીવનના નાના-મોટા મોમેન્ટ્સમાંથી શીખવા માટે પ્રેરિત કરે છે. લેખકે દર સ્ટોરીને ટેબ્લેટ તરીકે રજૂ કરીને તેમાંથી જીવન માટે મહત્વપૂર્ણ મેસેજ આપે છે. પુસ્તકમાં રોજિંદા જીવનના પ્રેરણાત્મક ઉદાહરણો અને અભિગમ ધરાવતી ઘટનાઓની વાર્તાઓ છે, જે ખાસ કરીને યુવાન પેઢીને નિષ્ફળતાને હિંમતપૂર્વક અપનાવી આગળ વધવા પ્રેરણા આપે છે. પુસ્તકના સરળ ભાષાશૈલી અને વ્યક્તિત્વમુખી વાર્તાઓ વાંચકને જોડે છે. લઘુ વાર્તાઓ દ્વારા જીવનના મૂલ્યોને સમજાવવું તેની વિશેષતા છે. જો તમે તમારું દૈનિક જીવન પ્રેરણા અને ઉર્જા સાથે જીવવા માંગો છો, તો આ પુસ્તક વાંચવું જરૂરથી યોગ્ય સાબિત થશે.