You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

મનોયોગ (eBook)

પતંજલિ યોગદર્શનનાં પસંદગીનાં સુત્રોની સરળ સમજૂતી
Type: e-book
Genre: Philosophy
Language: Gujarati
Price: ₹135
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

પ્રાચીન વૈદિક સાહિત્યમાં યોગનો ઉલ્લેખ હોવાછતાં, પતંજલિ યોગદર્શન વિશેષરૂપે યોગ અંગેનું સૌથી પ્રમાણિત શાસ્ત્ર ગણાય છે. આ ગ્રંથની રજૂઆત સરળ નાના-નાના સુત્રોરૂપે થઇ હોવાથી પતંજલિ યોગ સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ચિત્તવ્રુતિઓનો નિરોધ એ યોગ છે. તેને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી. કહેવાય છે કે યોગ અનાદિ છે. મહર્ષિ પતંજલિ પહેલા પણ યોગનું અસ્તિત્વ હતું જ. એટલે એવા પરંપરાગત યોગ શાસ્ત્ર ના નીતિ-નિયમો ને પોતાની ભાષામાં સમજાવવા માટે પતંજલિએ યોગ સુત્રો લખ્યા. આસન, પ્રાણાયામ વગેરે હઠયોગનાં યોગભ્યાસો શરુ કરતા પહેલા અથવા યોગ નો કોઈ પણ પ્રકારનો અભ્યાસ શરુ કરતા પહેલા યોગનું મુખ્ય દર્શન શું છે એ જાણી લેવું જોઈએ. યોગનું અનુશાસન એટલે કે નીતિનિયમ અને યોગનો મુખ્ય ઉદેશ્ય શું છે એ સમજી લેવા અત્યંત જરૂરી છે. યોગ સુત્રોના અમુક ભાષ્યોમાં સમાધિ એટલે યોગ એવું કહેવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે એક વસ્તુ કે વિચાર પર જ્યારે ધ્યાન કેન્દ્રિત થઇ જાય અને ધ્યાન કરનાર વ્યક્તિ પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય અને ધ્યેય માં જ વિલીન થઇ જાય એને યોગ કહેવાય. ઘણા લોકો સમાધિને યોગ નો આઠમો અંગ ગણાવે છે. જે કંઈ પણ હોય પરંતુ કસરત કરવી એ તો યોગ નથી જ. હા, આસન એ યોગ નો જ એક અંગ છે. તેના દ્વારા સ્થિરતા અને સુખ એટલે કે રોગો માંથી મુક્તિ મળે છે એટલે એ યોગ નું એક મહત્વનું અંગ ગણાય. પરંતુ યોગ એટલે ફક્ત આસન નહિ. યોગ એટલે એવી અવસ્થા જ્યારે ચિત્ત ની બધીજ પ્રકારની વૃત્તિઓ શાંત થઇ જાય. એટલે કે ચિત્ત એક ઉચ્ચ અવસ્થા ને પ્રાપ્ત કરે તો યોગ થઇ ગયો કહેવાય. આસન, પ્રાણાયામ વગેરે ની જેમ યમ-નિયમો નું પાલન કરનાર પણ યોગાભ્યાસ કરે છે એમ કહેવાય. ભારતીય શાસ્ત્રોમાં મન અને ચિત્ત શબ્દ એક બીજાના સમાનાર્થી શબ્દો તરીકે પણ વપરાયેલા છે, અને બન્ને જુદા-જુદા અર્થમાં પણ વપરાયેલા છે. આમ, યોગ નો સંબંધ શરીર કરતા મન સાથે વધારે નજીકનો છે. ગુજરાતીમાં ખુબજ ઓછી પુસ્તકો યોગદર્શન પર ઉપલબ્ધ છે. આશા છે નવા સાધકોને તથા વિદ્વાનોને પણ આ પુસ્તક માંથી એકાદ નવો સારો વિચાર તો જરૂર મળશે.

About the Author

નામ: ડૉ. પીયૂષ પ્રવિણચંદ્ર ત્રિવેદી
અભ્યાસ: પી.એચડી. મનોવિજ્ઞાન
વ્યવસાય: સહાયક પ્રાધ્યાપક, દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય, હરિદ્વાર
વતન: જામનગર
યોગદર્શન નો અભ્યાસ: છેલ્લા બારેક વર્ષથી
પ્રોફાઈલ માટે અહીં ક્લિક કરો
વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
લેખકનાં ઇન્ટરવ્યુ માટે અહીં ક્લિક કરો
અન્ય પુસ્તકો માટેની લીંકસ:
૧. Nine activities for the celebration of The International day of Yoga
૨. ManoUnnati - A Traditional Indian Way for Enhancement of Mental Capabilities
૩. Mental Health Education in Ancient Indian Literature

Book Details

ISBN: 9781310269707
Publisher: Smashwords.com
Number of Pages: 77
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

મનોયોગ

મનોયોગ

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book મનોયોગ.

Other Books in Philosophy

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.