You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

(2 Reviews)

ETHERNET NETWORK TECHNOLOGY (eBook)

Type: e-book
Genre: Computers & Internet
Language: Gujarati
Price: ₹0
Available Formats: PDF

Also Available As

Also Available As

Description

આ પુસ્તકમાં નેટવર્કની સ્થા૫નાના બેઝીક મોડલ થી લઇને એડવાન્સ મોડલની રચના અને તેના માટેના ઘારા ઘોરણોની સવિસ્તાર આકૃત્તિ સહિત રજુઆત કરેલ છે. નેટવર્ક સ્થા૫નાની સૌથી પ્રચલિત ઇથરનેટ ટેકનોલોજી ના ૧૦ એમબીપીએસ થી ૧૦ જીબીબીપીએસ ની ઝડ૫ને સહાય કરતી ટેકનોલોજીનો સમાવેશ અહી કરવામાં આવેલ છે. પુસ્તક નેટવકના અભ્યાસકર્તા અને તે ક્ષેત્રે કાર્ય કરતા લોકો માટે નેટવર્ક રચના સંદર્ભે માર્ગદર્શિકા રૂપે ઉ૫યોગી નીવડશે. પ્રકરણ-૧માં પ્રસ્તા્વના, ઈથરનેટનો પ્રાથમિક ખ્યાંલ, ઈતિહાસ અને ઘોરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-રમાં ઈથરનેટના પ્રોટોકોલ અને ફ્રેમ તથા તેના બંઘારણની સમજુતી આ૫વામાં આવેલ છે. પ્રકરણ-૩માં ઈથરનેટ મેક કાર્ય ૫ઘ્ઘતિ કે જેમાં હાફ અને ફુલ ડુપ્લેક્ષ મોડનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૪માં ઈથરનેટ મૂળભૂત ફિઝીકલ લેયરના ૧૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોને રજુ કરવામાં આવેલ છે. પ્રકરણ-૫માં ફાસ્ટ ઈથરનેટ કે જેમાં ૧૦૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૬માં ગીગાબીટ ઈથરનેટ કે જેમાં ૧૦૦૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૭માં ૧૦ ગીગાબીટ ઈથરનેટ કે જેમાં ૧૦ જીબીપીએસના પ્રસારણદરના મોડલો અને વિસ્તૃતીકરણનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૮માં ઇથરનેટમાં વ૫રાતા વિવિઘ મીડીયા અને કનેકટરનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૯ માં નિષ્કર્ષ અને ઉ૫સંહાર રજુ કરેલ છે.

About the Author

ડૉ. સતીષ પરસોત્તમદાસ પટેલ મદદનીશ પ્રાઘ્યા૫ક (કમ્પ્યૂટર) ગ્રામ વ્યવસ્થાપન અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, રાંધેજા, જિ. ગાંધીનગર-૩૮૨ ૬૨૦. મોબાઇલ : 94264 12821 ઇ-મેઇલ : satish@gujaratvidyapith.org વેબસાઇટ : www.satishpatel.in ઈ. સ. ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ ગૂજરાત વિદ્યાપીઠના રાંધેજા ગ્રામસેવા પરિસર પર આવેલા ગ્રામ વ્યવસ્થાપન અધ્યયન કેન્દ્ર ખાતે કમ્પ્યૂટર વિષયના તજજ્ઞ તરીકે જૂન ૧૯૯૭થી કાર્યરત છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાયલ ગામે ૩ સપ્ટેમ્બર, ૧૯૭૩માં જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ વતનમાં જ લઈ ગુજરાત યુનિવર્સિટીથી બી.એસસી. (ઈલેક્ટ્રોનિક્સ), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એમ. એસસી. (ઈલેક્ટ્રોનિક્સ), ગૂજરાત વિદ્યાપીઠથી પીજીડીસીએ, રાજસ્થાન વિદ્યાપીઠથી એમ.એસસી.(કમ્પ્યૂટર) અને ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠથી એમ. ફિલ.માં ''ઇથરનેટ નેટવર્ક ટેકનોલોજી'' અને પીએચ.ડી.માં ''સંકલિત ગ્રામીણ વિકાસ વ્યવસ્થા૫નમાં માહિતી સંચાર ટેકનોલોજીની અસરકારકતા'' વિષય પર સંશોઘન કાર્ય કરેલ છે. ટકાઉ ગ્રામીણ વિકાસ તેમજ માહિતી સંચાર ટેક્નોલોજીમાં રસ ધરાવે છે. ગ્રામીણ વિકાસમાં માહિતી સંચાર, કમ્પ્યૂટર નેટવર્ક અને ઈન્ટરનેટ ટેક્નોલોજી, આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રકચર્ડ ડેવલ૫મેન્ટ એન્ડમેનેજમેન્ટ, એમ.આઈ.એસ., ઈ-કૉમર્સ, ઈ-ગવર્નન્સ તથા આઈ.સી.ટી. ક્ષેત્રના વિકાસ, વ્યવસ્થા૫ન અને સંશોધન ક્ષેત્રે મુખ્ય કામગીરી રહી છે. ગુજરાત અને ભારત સરકારના વિવિધ પ્રકલ્પો, કાર્યશિબિર અને કામગીરી સાથે જોડાયેલા રહ્યા છે. પ્રાદેશિક અને રાષ્ટ્રીય પરિસંવાદ, તાલીમી કાર્યક્રમમાં ભાગ લઈ વિષય સંલગ્ન સંશોધન લેખો રજૂ કરેલ છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં વીસ થી વધુ લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. કમ્પ્યૂટરને લગતા પુસ્તકો તથા મોનોગ્રાફમાં વિશેષ રૂચી ઘરાવે છે. વિભાગની વિદ્યાકીય અને વિદ્યાર્થીકીય પ્રવૃત્તિ સાથે અભિન્ન રીતે જોડાયેલા છે તથા ગ્રામીણ અને સામાજિક વિકાસની પ્રવૃત્તિમાં વિશેષ રુચિ ઘરાવે છે.

Book Details

ISBN: 9788192940205
Publisher: Self
Number of Pages: 151
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

ETHERNET NETWORK TECHNOLOGY

ETHERNET NETWORK TECHNOLOGY

(5.00 out of 5)

Review This Book

Write your thoughts about this book.

2 Customer Reviews

Showing 2 out of 2
bhavinpatelgvp 8 years, 12 months ago Verified Buyer

Re: ETHERNET NETWORK TECHNOLOGY (e-book)

Excellent book of Computer network in Gujarati language. Specially to ETHERNET NETWORK TECHNOLOGY. This book is useful and easy to understand for all student which is doing computer related studies.

gohil8944 10 years, 1 month ago Verified Buyer

Re: ઈથરનેટ નેટવર્ક ટેકનોલોજી (ETHERNET NETWORK TECHNOLOGY) (e-book)

The Internet of Things (IoT) is a scenario in which objects, animals or people are provided with unique identifiers and the ability to transfer data over a network without requiring human-to-human or human-to-computer interaction. IoT has evolved from the convergence of wireless technologies, micro-electromechanical systems (MEMS) and the Internet.

Other Books in Computers & Internet

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.