You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
સનાતન ધર્મની શક્તિશાળી ધરોહરનું અત્યંત મહત્વનું પ્રદાન ભગવદ ગીતા! યોગેશ્વર શ્રીકૃષ્ણના સ્વમુખે તેનું ગાન થયું છે. મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ભગવદ ગીતા સ્વરૂપે આપેલા જ્ઞાનમાં મનુષ્ય જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે.
ધાર્મિક પ્રવૃત્તિ કરતા ઘણા સમુદાયોમાં બાળકોને ગીતાના શ્લોકો શીખવવામાં આવે છે. હવે તો શાળાઓમાં પણ ભગવદ ગીતા શીખવવામાં આવે છે. ગીતાનો ગહન વિષય શ્લોકો સાથે સમજવાનું ઘણા વિદ્યાર્થીઓ માટે થોડું મુશ્કેલ હોઈ શકે. આથી વિદ્યાર્થીઓ સરળ ભાષામાં સમજી શકે એવો પ્રયત્ન કરું છું.
ભગવદ ગીતાના પ્રત્યેક અધ્યાયના દરેક શ્લોક સમજાવવાને બદલે અધ્યાયના કેટલાક મુદ્દાઓ સરળ રીતે વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએ સમજાવવાને બદલે સરળ ભાષામાં સામાન્ય ઉદાહરણોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, વયસ્કોને પણ ગીતાના મુદ્દાઓ સમજવામાં સરળતા રહે અને જેમને તેમાં રસ પડે તેઓ વધુ અભ્યાસ કરવા પ્રેરાઈ શકે.
હું ભગવદ ગીતા જેવા ગહન વિષય પર લખવાની ક્ષમતા નથી ધરાવતો. હું જ્યારે પણ ગીતા પઠન કરું છું કે કોઈ પ્રવચન સાંભળું છું ત્યારે નવું જ જાણવા મળતું હોય એવું અનુભવું છું.મારી સમજ મુજબ ગીતાના પ્રત્યેક અધ્યાયનો સંક્ષિપ્ત પરિચય આપવા પ્રયત્ન કર્યો છે. આશા રાખું કે વિદ્યાર્થીઓને અને વયસ્કોને આ પુસ્તક વાંચવાથી ભગવદ ગીતા વિષે સરળ સમજ મળશે અને કોઈક જીજ્ઞાસુઓ વધુ અભ્યાસ કરવા પ્રેરાશે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ભગવદ ગીતા સંક્ષિપ્ત પરિચય.