You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. વ્યસન એ કઈ રીતે જોખમી છે, એની વિગતવાર સમજણ ફિટ કરાવી દે છે, કે જે સાચી સમજણ જ વ્યસન માટેનો એનો અભિપ્રાય ફેરવીને એક દિવસ એને એમાંથી મુક્ત કરીને રહેશે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જેને પોતાને વ્યસન છે એ વ્યક્તિ માટે તો આ પુસ્તકમાંથી ઘણી બધી ચાવીઓ મળશે જ પણ સાથે સાથે પોતાની નજીકની વ્યક્તિઓમાં કોઈને વ્યસન છે, તો એની સાથે પોતે કઈ સમજણ સાથે વ્યવહાર કરવો, એ અંગે દાદાશ્રીએ અર્પેલી સમજ પણ નવો જ દ્રષ્ટિકોણ બક્ષશે. જેથી કરીને પોતાને રાગ-દ્વેષ ના રહે અને સામી વ્યક્તિને પણ વ્યસનમાંથી બહાર નીકળવા માટેની પૉઝિટિવ સાઈન થાય.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book વ્યસન મુક્તિનો માર્ગ.