You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
૧૯૪૫ થી ૧૯૫૭ સુધીનાં દસબાર વર્ષના ગાળામાં, કવચિત્ કવચિનુ પાંગરતા કોઇ ફૂલછોડ જવી મારી મંદ લેખનપ્રવૃત્તિની આછેરી આમદાની જવી આ “પાનદાની ' ગુજરાતી –સાહિત્ય-પ્રિય જનતા સમક્ષ સાદર કરતાં મને ઘણો હર્ષ થાય છે. તો જરા સંકોચ પણ થાય છે. સંકોચ એટલા માટે કે વાંચકોને આ વાર્તાઓ કેવીક ગમશે એ હું જાગતો નથી.
જોકે પેલા કાવ્યદર્શનકાર મમ્મટના કહેવા પ્રમાણે તો કલાની પરમ , ને ચરમ ફલશ્રુતિ તો લેખકને એમાંથી પ્રાપ્ત થતો સ્વાનંદ છે. એ ન્યાયે આ વાર્તાઓ લખતાં ન તત્કાલીન સમાજ- વાર્તારૂપે દર્શન કરાવતાં મને ખૂબ આનંદ આવ્યો છે. એ આનંદનો થોડો અંશ પણ આટલાં વર્ષો પછીય ના વાંચકોને આમાંથી પ્રાપ્ત થશે તો મને સવિશેષ આનંદ થશે.
બાકી તે ઈ. સ. ૧૯૫૫ માં હું નોકરી અંગે આફ્રિકા આવ્યો ત્યાર પછી મારી કલમ ખોરંભ પડયા જેવું થયું. ને બીજું થાય પણ શું ? આફ્રિકામાં લક્ષ્મીની માયા ! લક્ષ્મીજીનાં ઝાંઝરનો ઝણકારમાં બિચારી સરસ્વતીની વીણાના સૂર કયાંથી સંભળાય? વળી દેશથી દૂર, એટલે વાર્તા માટેના વસ્તુનાં ફાંફાં. એટલું જ નહિ, પરંતુ મારી વાર્તાઓ પ્રગટ કરાવવાનો અવકાશ પણ ના મળ્યો. એ તો આ વર્ષે ભારતી સાહિત્ય સંઘવાળા શ્રી ઇશ્વરલાલ દવે ટાબોરી આવેય નહિ ને મારી વાર્તાઓ પ્રગટ થાય પણ નહિ એમની સાથે ટાબરામાં અચાનક મુલાકાત થઈ ગઈ. ને વાતમાંથી વાત નીકળતાં મારી થોડી વાર્તાઓ રાતોરાત વાંચી જઈ એમણે એનું જે મુલ્યાંકન કર્યું અને એની પ્રકાશન ક્ષમતા આંકી તાબડતોબ પ્રગટ કરી આપવા જે ઉત્સાહ બતાવ્યો એનું સુફળ છે આ “પાનદાની '. શ્રી ઇશ્વરલાલ દવનો હું એ રીતે ઘણો આભારી છું.
આ પ્રસંગે પીઢ વાર્તાકાર અને વિવેચક સ્વ. શ્રી ચુનીલાલ વર્ધમાન શાહનું સ્મરણ થયા વિના રહી શકતું નથી. એમણે મારી પ્રથમ વાર્તા સંધ્યાના રંગ’ ગૂજરાત-સમાચાર–પ્રજાબંધુના એક દિવાળી–અંકમાં પ્રગટ કરી, પછી લગભગ પ્રતિવર્ષ દિવાળી–અંક માટે વાર્તા લખવાનું આમંત્રણ આપતા રહી મને જે રીતે સદા પ્રોત્સાહિત કરેલો તે કેમ ભલાશે? તો એજ રીતે ગુજરાત-સમાચારના સમવારના અંકના ત્યારના સંપાદકોનો અને શ્રી કપિલરાય મહેતાનો મારા પ્રત્યેનો સદુભાવ સદા સાંભરશે. વળી તે વખતે અમદાવાદથી પ્રગટ થતા પાક્ષિક મહિલા-જગત માટે વાર્તા લખી આપવા અવિરત ઉઘરાણી કરતા રહી મને કલમ પકડી રખાવનાર એના તંત્રી શ્રી વિષ્ણુપ્રસાદ જોષીની યાદ પણ આ સમયે આવ્યા વિના રહેતી નથી. ને જયારે આમ સ્મરણોનું આ નાનકડું પુષ્પગુચ્છ ગૂંથી રહ્યો છું, ત્યારે, સાહિત્યકાર નહિ પણ સાહિત્યપ્રિય તો ખરા જ એવા મારા વડીલ બધુ શ્રી બાબુભાઈનાં પ્રેરણા ને પ્રોત્સાહન પણ મારી લેખનપ્રવૃતિમાં ઓછાં નથી એ કહેવું જ પડશે.
તથૈવ આ પુસ્તકના પ્રકાશન –ખર્ચનો બીજ સંઘને માથેથી હળવો કરવા ને મારી લેખનપ્રવૃત્તિ પરત્વેનાં પ્રેમ ને મમત્વ દાખવવા ટબો ને દારેસલામના તેમજ અન્ય જે ભાઈઓએ પોતાની જાહેર ખબરો આપી છે તેમનો સૌનો અહીં આભાર માનું છું.
અંતમાં મારી આ પ્રથમ માનસપુત્રી “પાનદાની ભોજન પછી ધરાતી પાનદાનીની જેમ વાંચકોને રૂચિકર મુખવાસ પૂરો પાડશે તોપણ હું ધન્યતા અનુભવીશ.
સ્નેહી ભાઈશ્રી પંચાલ, તમારી વાર્તાઓ આજે વાંચવાનો પ્રસંગ મળ્યો. તમારી વાર્તાઓમાં વાર્તાનું તત્ત્વ છે. શૈલીની સુંદરતા છે. વિચારોનું વૈવિધ્ય છે. ભાવનાનો પહેરવેશ પહેરીને તમારી વાર્તામાં આવે છે.
તમારી પાસે એક અનોખી દષ્ટિ છે. સમાજને, એના પ્રશ્નોને જોવાની તમારી નજર ઊંડી અને વિસ્તૃત છે. તમે પ્રસંગનું ઘડતર કુશળતાથી કરેલું છે.
આટલે દર બેઠા બેઠા પણ તમે સાહિત્યની જે આરાધના કરી રહ્યા છો તે દાદ માગી લ્ય છે,
તમારી વાર્તાઓ એક બેઠકે વાંચી ગયો ને એમાંથી મેં રસાસ્વાદ માણ્યો છે. તમારાં પાત્રોની સાથે એકતાન પણ થઈ શકયો છું. તમારી વાણીમાં, શબ્દોમાં, રજુઆતમાં વેધકતા છે. તાકાત છે. એક વિશાળ ફલક પર તમે વિહાર કર્યો છે.
તમારું સમાજદર્શન ઊંડું ને વ્યાપક છે. તમે કુશળતાથી પ્રશ્નો ઊપાડ્યા છે અને માવજત કરી છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book પાનદાની.