You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
પચીસેક વર્ષ પહેલાંની વાત છે.
આફ્રિકામાં અમારા ગામના કલા કેન્દ્ર તરફથી “થ્રી-ઈન-વન' નાટ્યત્રયી - એક વિનોદિકા, એક કણિકા અને એક પૌરાણિકા એમ ત્રણ એકાંકી નાટકો ભજવવા અમારી મંડળી લંડન આવી હતી.
લંડનમાં અને લંડન બહાર લુટન, લેસ્ટર, કોવેન્ટ્રી, બર્મિંગહામ જેવાં સારી એવી ગુજરાતી વસ્તી ધરાવતાં શહેરોમાં પાંચેક અઠવાડિયાના થઈને દસેક ખેલ અમે પૂરા કર્યા હતા.
લંડનમાં મારો મુકામ મામાને ઘેર વડગ્રીનમાં હતો. હું આ નાટકો સંબંધે લંડન આવ્યો ત્યારથી મામા મારો જીવ ખાવા લાગેલા, મને રોજ કહે “
વિષ્ણુ, સત્તાવીસ વરસની ઉંમરે તો તારા જેવડો જુવાન બે-ત્રણ છોકરાંનો બાપ હોય. છતાં તું હજુ પરણવાનો વિચાર નથી કરતો એ કેવું?”
હું હસતોઃ “મારા લગ્નના ગ્રહ સારા નથી. શનિ નડે છે, મામા'!
પણ મામાએ મારા એ ગ્રહની ઉપેક્ષા કરીને એમનો આ-ગ્રહ ચાલુ રાખ્યો. એક દિવસ સાંજે મને, એમણે ગોતી કાઢેલી એમના કોઈ મિત્રની “રત્ન-સમાન કન્યા જોવા જવાનો પ્રસ્તાવ મૂક્યો, “આજે જઈશ, કાલે જઈશ, એમ કરતાં કરતાં તારે આફ્રિકા પાછા જવાની તારીખ આવી જશે, ને મેં પેલાં મારા મિત્રને વચન....!
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book શ્રી ૧૦૮ અને બીજી વાર્તાઓ.