You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
શ્રી પંચાલને વધુ પ્રિય કયક્ષ છે. પણ એ કટાક્ષ ક્યારેય ઝેરીલો બનતો નથી. વાચકને સોંસરવી ઉતરી જાય, જેને લાગુ પડતો શ્રેય તે વર્ગના વાચકો પણ તેને માણી લે. કટાક્ષનો ધર્મ જ વેધકતા છે અને લેખકની કલમ તે માટે પૂરી સજ્જ છે.
બીજા ભાગના કેટલાક હાસ્યનિબંધોની વિવેચનાનો આરંભ હૃદયની વાતોથી જ કરીએ. ચોવીસે કલાક સતત ધબકતા રહેતા આ હૃદયને ડૉક્ટર, કવિ, કલાકાર, કર્મચારી કે પ્રેમી કઈ જુદી જુદી રીતે નિહાળે છે તેનું રસિક વર્ણન લેખકે આમાં કર્યું છે. શેરશાયરીથી તેને સમૃદ્ધ કર્યું છે, કારણ દિલની વાતો તો તેમાં જ મળી આવે ને!
“તમને શું લાગે છે ?"માં તત્કાલીન રાજકીય બનાવોને આવરી લઈ હળવી શૈલીમાં લેખક નુકતેચીની પણ કરતા જાય, તો માસ્તર અને મથુરકાકાના સંવાદો દ્વારા, ઈરાક યુદ્ધને કેન્દ્રમાં રાખીને, ઉપમાઓ પણ “લાલટેન લઈને ગાયોનું ઘાસ શોધતા લાલુ જેવી આપી દે,
પહેલું સુખ તે જાતે નર્યા નહીં પણ લેખકના હિસાબે તો જાતે નડ્યા!! આજનો ખોરાક અને લેખક નાના હતા ત્યારના પૌષ્ટિક ખોરાકની ચર્ચા જામે તો આધુનિક ફિલ્મોમાં અર્ધનગ્ન દશામાં થતા ઢંગધડા વગરના નાચની પણ તેઓ ખબર લઈ નાખે.
“ચાલો લેખક થઈએ પ્રકારના “ચાલો'ની યાદીમાં અગિયાર નિબંધો આવી જાય છે : બહાના બતાવીએ, સલાહ લઈએ – દઈએ, યોગા કરીએ, ગુજરાતી થઈએ જેવા. બહાનામાં લોકાર્પણ-રસદર્શનોનાં ભાષણો સાંભળવામાંથી બચવા અનેકાનેક બહાનાંઓ શોધાય. લગ્નમાં જવા રજાચિઠ્ઠીમાં ઝાડા થઈ ગયાની વાત લખી હોય અને એ લગ્નમાં શાળાના પ્રિન્સિપાલ જ મળી જાય તો યોગા કરવા બેસતાં ટેલિફોન, ડોરબેલ, મીટર રીડર, ધર્મપ્રચારકો જેવા વિવિધ યોગશત્રુઓનો સામનો કરવો પડે ! ગુજરાતી રહેણીકરણી, ખાનપાન, હીંચકો, પાણિયારું કશું રહ્યું નથી તો ક્યાંથી ગુજરાતી થઈએનો સરસ હાસ્યલેખ પણ આ વિભાગમાં મળી આવે છે.
“આપણે ક્યાં જઈ રહ્યા છીએ જેમાં વિકાસ કોને કહેવામાં પ્રાચીન અને અર્વાચીન પરિસ્થિતિ અંગે દલીલબાજી ઠીક ઠીક ગંભીરતાથી ચાલતાં એક જુદા જ પ્રકારનો વિચાપ્રેરક લેખ બની જાય છે પણ દલીલ પૂરી થતાં લેખક એલાર્મ વાગતાં જાગી જતા દર્શાવી હળવાશ આણી દે છે. આવી રીતે સ્વપ્નામાંથી જાગવાનું “ચાલો લૉટરીની ટિકિટ લઈએ કે લગ્નની સુવર્ણજયંતીઓમાં પણ અંતમાં બનતું હોય છે.
લાકડીમાં લાકડીના અનેકવિધ ઉપયોગો ને મહત્તાઓ હળવાશથી સરસ રીતે લેખક રજૂ કરે છે. બ્રિટનમાં ઉંમરલાયક વ્યક્તિ આધાર માટે લાકડી વાપરે ત્યારે થતી તેની માનપ્રતિષ્ઠા, પછી શિક્ષકની, શોખની નિશાની તરીકેની, ગોવાળની, જાદુગરની, રાજદંડની, શંકરાચાર્યના ધર્મદંડની એમ વિવિધ લાકડીઓના ઉપયોગ રજૂ થતા જાય. દાદાનો ડંગોરો પણ ખરો !
“કશું પણ અવનવું ન કર્યાનો વિક્રમ' પણ પંચાલજી આપી શકે તો ઘી તેલના ખેલમાં વગોવાયેલા કૉલેસ્ટેરોલની કથની પણ આપી જાય. ક્યાં બેસવું ક્યાં ન બેસવુંમાં પંગતમાં વચ્ચે નહીં, ફોટોમાં છેલ્લે નહીં ને સભાસરઘસોમાં આગળ નહીં જેવી સુફિયાણી સલાહ પણ દઈ દે. ગાંધીને ટૂંક કૉલ કરીને સદ્ય પરિસ્થિતિમાં ફરીથી તેમને ભારત પધારવા આમંત્રણ આપતાં અચકાય નહીં. જય જય ઘરડી ગુજરાતમાં ગુજુઓનું ખાસ લક્ષણ વહેલાં ઘરડા થઈ ઘેડાપો કરવો તે ! તેઓ ઘેડાપોનું થાળીવાજુ રેકોર્ડ) વગાડ્યા જ કરતા હોય !
કેટલાક નાટ્યરૂપ સંવાદો પણ સાંપડે છે: “દિવાળી પહેલાં અને પછી', અલકમલકના શેઠ”, “ઓઝા કરતાં ગધેડાં ડાહ્યાં', ચિત્રગુપ્તના દરબારમાં જોવામાં લેખકનું સંવાદપ્રભુત્વ નજરે ચડે છે.
આમ તો તેમના દરેક હાસ્યલેખ પર લખવાનું ગમે, પણ તો પછી માથા કરતાં પાઘડી મોટી થઈ જાય ! એટલે “મહા-ઓ અને સુપર મહાઓ'ની વાત કરી અટકીશ. ઈંગ્લેન્ડની તેને હવે તો દુર્ભાગ્યે ગુજરાતની શહેરી જનતાની પણ) ગુજરાતી ભાષા ઓક્સિજન પર હોય તેવી હાલતમાં છે તેનું ઉદાહરણ જુઓ :
ફાધર સડેના સિક છે. હોસ્પિટલમાં એડમીટ કર્યા છે...સ્નો પર સ્લિપ થઈ ગયેલા.. હિપ બોનમાં માઈનર ફ્રેકચર છેડૉક્ટર કહે નથીંગ સિરીયસ, ચારપાંચ વીકમાં હીલ થઈ જશે, નો પ્રોબ્લેમ, ઈન્કવારી કરવા બદલ થેંક્યુ... બાય. રીંગ કરતા રહેજો તો ‘સુપર મહાઓ' જેવા નિબંધમાં રમણલાલ દેસાઈ સાથે ઘર જેવો સંબંધ... રવિશંકર રાવળની ચિત્રશાળામાં જવાનું જ... સૌના ઉતારા આપણે ત્યાં જ હોય. રાજીવ સ્ટેટમાં આવે તો મને ફોન કરે જ. મારો મોટો દીકરો હાવર્ડમાં... વગેરે વાક્યોની હારમાળાઓ સતત તેમના ઉદ્દગારોમાં ટપક્યા કરતી હોય.
આમ લેખક અનેક વિષયો પર સહજ રીતે લખી શકે છે. વિદ્વાન વિવેચક અનંતરાય રાવળ કહે છે તેમ “સાહજિક ફાવટથી અને આસાનીથી, રોજિંદા જીવનમાંથી હાસ્યાંગોને પકડી સરસ રીતે તેમનું લેખન વહેતું જાય છે. બટેટા જેવામાં તેમની ભોજનપ્રિયતા અન્ય લેખોમાં અલપઝલપ તો આમાં તો સોળે કળાએ ખીલી ઊઠે છે. નીવડેલા કવિ હોવાથી કવિહૃદયની કાવ્યમય ભાષા પણ સહજ રીતે વ્યક્ત થતી જાય છે. સમકાલીન બનાવોના ઉલ્લેખો સાથે સ્વાભાવિક બોલચાલના સંવાદો (સૂરજમાસી સાથેના શ્રીમતીના સંવાદો કે ટેમ્સ નદીને કાંઠેમાં લખમી, શારદા, શીલાના સંવાદો)માં બહેનોની બોલાતી ભાષાને લેખકે
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book હાસ્ય ઝરણાં.