You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ઘણા લોકોને મૃત્યુનો ભય હોય છે. મૃત્યુ લોકોને મૂંઝવે છે અને તેઓ દુઃખમાં ડૂબી જાય છે. દરેક જણને પોતાના જીવન દરમ્યાન ક્યારેક મૃત્યુના સાક્ષી બનવું પડે છે. આવા સમયે મૃત્યુના ખરા સ્વરૂપ વિષે સેંકડો સવાલો વ્યક્તિના મનમાં ઉભા થાય છે. જયારે તેને તેના કોઈ જવાબ નથી મળતા ત્યારે તે વ્યાકુળ બની જાય છે. મૃત્યુ શું છે? મૃત્યુની પ્રક્રીયામાં શું થાય છે? મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુના અનુભવ વિષે કોણ કહી શકે? મૃત્યુ પામેલા પોતાનો અનુભવ કહી નથી શકતા. જેનો જન્મ થાય છે તેને પોતાના પૂર્વઅસ્તિત્વની ખબર નથી. જન્મ પહેલાં અને મૃત્યુ પછી શું થાય છે તે કોઈ જાણતું નથી. શું પુનર્જન્મ સત્ય છે? આત્માની માન્યતામાં શ્રદ્ધા વિના પુનર્જન્મનો આધાર શું? પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમના જ્ઞાન (આત્મજ્ઞાન) થકી મૃત્યુ વિષેના તમામ રહસ્યો જેમ છે તેમ ખુલ્લા કર્યા છે. પુનર્જન્મ, જન્મ અને મૃત્યુનું ચક્ર, કર્મોનું બંધન તેઓ વૈજ્ઞાનિક રીતે સમજાવે છે અને આ કર્મોના બંધન તોડી મુક્તિ મેળવવાની અંતિમ ગુરૂ કિલ્લી પણ આપણને આપે છે. જયારે તમે આત્માનું સ્વરૂપ સમજશો, ત્યારે બધા કોયડા ઉકલી જશે. પહેલાં આત્માનો સાક્ષાત્કાર કરો પછી બધા કોયડા ઉકલી જશે. જીવન અને મૃત્યુના તમામ રહસ્યોના ખુલાસા થવાથી જન્મ અને મૃત્યુથી મુક્ત સ્થિતિએ પહોંચી શકાય છે. આ પુસ્તિકામાં આવી હકીકતો જોવામાં આવશે અને તેથી વાચકને સંસારિક અને આધ્યાત્મિક બાબતોમાં લાભ થશે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book મૃત્યુ સમયે પહેલાં ને પછી….