You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
દરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ મોક્ષ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ મોક્ષમાર્ગમાં બ્રહ્મચર્યની અનિવાર્યતા (મહત્વતા).... અને પરિણીતો પણ તે કેવીરીતે પામી શકે (સિદ્ધ કરી શકે) તે દર્શાવ્યું છે. વિષયનું વૈરાગ્યમય સ્વરૂપ, તેનાં આ ભવનાં તેમજ આવતા ભવના જોખમો જ્ઞાની પુરુષે બતાડ્યા છે અને બ્રહ્મચર્યના ફાયદાઓ તેની વૈજ્ઞાનિક ચોકસાઈ (એક્ઝેક્ટનેસ) સાથે દેખાડ્યા છે. બ્રહ્મચર્યની ભૂલ વગરની સમજણ, વિષયબીજને નિર્મૂળ કરી જડમૂળથી ઉખેડવાની રીત મુમુક્ષુને (સુજ્ઞ વાચકને બ્રહ્મચર્યનાં પાલનાર્થે) આપવામાં આવી છે. ખંડ ૧ માં પૂજ્ય દાદાશ્રીએ પરિણીતોને અણહક્કનાં વિષયો સામે ચેતવ્યા છે,(મનથી કે વર્તનથી) તેમજ તેના જોખમો (પરિણામો) અને કેવીરીતે સૂક્ષ્માતિસૂક્ષ્મ આકર્ષણ/દ્રષ્ટિદોષ(અણહક્કનાં વિષયો) પણ આપણને મોક્ષમાર્ગમાંથી ચલિત કરી દેશે તે સમજાવ્યું છે. (ધક્કો મારી દેશે.) પરણેલાઓ માટે પોતાની પરણેલી એટલે કે હક્ક્ની સ્ત્રી સાથે સંપૂર્ણ વફાદારી...
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ).