You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
₹ 251
આ પુસ્તક મારા કેટલાક સુવિચારો, હું જે મુજબ તેમને સમજીને તારવી શક્યો એવા તેમના ટુંકા પરંતુ વિગતવાર અર્થઘટન, સાથેનો નાનો પ્રયાસ છે. સુવિચારો Axis Quotes હેઠળના મારા પ્રોજેક્ટ “Nueva Cita” નો એક ભાગ છે. પુસ્તકમાં વર્ણવેલા તમામ સુવાક્યો વ્યવહારુ તેમજ રજૂ કરાયેલા વિચારો વ્યક્તિગત પસંદગીના ક્ષેત્રના વિકાસના અનુસંધાનમાં લાગુ કરવા યોગ્ય છે. સ્વયંને લાગુ પડતા દરેક સુવિચારનું ધ્યાનપૂર્વક વાંચન અને સમજણ તમને સર્જનાત્મક વિચારો પર કામ કરતી વખતે અંદરથી પ્રેરણા આપવામાં, પોતાની શક્તિને ઓળખવામાં અને તમારી લક્ષ્યપ્રાપ્તિ માટેની પ્રગતિ દરમ્યાન વિવિધ ક્રિયાઓમાં સકારાત્મકતા લાવવામાં ચોક્કસપણે મદદ કરશે. મને ખાતરી છે કે તમે વાંચન દ્વારા પ્રેરિત થઇને તમારી અંદરના ઇશ્વરદત્ત કૌશલ્યની મદદથી નવીન સર્જનાત્મક વિચારો પર કાર્ય શરૂ કરશો.
હું અંત:કરણપૂર્વક આશા રાખું છું કે વાંચકો મારા આ પ્રયાસમાં વિશ્વાસ મુકશે અને પુસ્તક વાંચતી વખતે તેમજ સમૃદ્ધિ તરફ પ્રગતિ કરતી વખતે શક્ય તેટલું શ્રેષ્ઠ પરિણામ મેળવવા અહીં વર્ણવેલી તકનીકોનો ઉપયોગ કરશે. શ્રદ્ધા રાખીને ખંતપૂર્વ કોશિશ કરવાથી ચોક્કસપણે અહીં પ્રસ્તુત સુવિચારોનો મહત્તમ લાભ લઇ શકાશે. પ્રમાણિકતાપૂર્વક વાંચન કરો, તમારી વ્યક્તિગત પ્રગતિની ચાવી શોધો અને સ્વયં જેને ઇચ્છો છો તે ધ્યેયમાં સફળ થવા આગળ વધો.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ૫૧ સુવિચારો.