You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

Dharmabhi kabhi vigyan tha, hai aur rahega (eBook)

Type: e-book
Genre: Religion & Spirituality
Language: Gujarati
Price: ₹90
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

It is an Award Winning Book

આજના વિજ્ઞાન યુગમાં ધર્મ શબ્દ થોડો અળખામણો બની ગયો છે. ધર્મ એટલે વાદવિવાદનું મૂળ. ધર્મ એટલે માણસને માણસ જોડે લડાવી મારતું તત્ત્વ એવી વ્યાખ્યા અત્યારની યુવા પેઢીમાં ઘર કરી ગઇ છે. રોજીરોટી કમાવાની કે વધુને વધુ રૂપિયા મેળવવાની લ્હાય બળતરામાં મોટાભાગના લોકોને ધર્મ વિશે વિચારવાની ફુરસદ પણ નથી.
પંરપરાથી ચાલ્યા આવતા ધાર્મિક રિવાજો સદંતર બંધ કરવા અથવા વડીલોને ખુશ કરવા ખાતર નિભાવી લેવાનું વલણ આજની પેઢીમાં જોવા મળે છે. રીતરિવાજો કે તહેવારોનું જ્ઞાન-વિજ્ઞાન એમને ખબર ન હોવાને કારણે તે માત્ર રૂટિન કાર્ય બની જાય છે, તેથી તેમાં શ્રદ્ધા કે ઉત્સાહનો અભાવ હોય છે. આના ફળસ્વરૂપે એવા કેટલાય સારા હિન્દુ રીતરિવાજો કે સંસ્કૃતિની ઘોર ઉપેક્ષા થઇ રહી છે જેમની પાછળ તર્ક, વિજ્ઞાન અને ઉચ્ચ જીવન સિદ્ધાંત રહેલા છે. એ કમનસીબીની વાત છે કે સર્વ ધર્મ સમભાવના આંચળા હેઠળ ધર્મનું તર્કબદ્ધ અને પદ્ધતિસરનું જ્ઞાન ભારતીયોને શાળા-કૉલેજમાંથી મળતું નથી. હિંદુ રીતરિવાજો કે સંસ્કૃતિની ઘોર ઉપેક્ષાનું આ પણ એક કારણ છે.
વર્ષો પૂર્વે ભણતરનું પ્રમાણ નહિવત હતું ત્યારે અમુક નાનકડો વર્ગ કાશી, તક્ષશીલા, નાલંદા જેવા ગુરુકુળોમાં ભણવા જતો અને શાસ્ત્રોનું જ્ઞાન-વિજ્ઞાન ગામડે ગામડે ફરી ધર્મકથા કે વાર્તાના રૂપમાં આમ જનતા સુધી પહોંચાડતો, એટલે કે વિજ્ઞાનને ધર્મની રીતે સમજાવતો હતો. આજે પરિસ્થિતિ બિલકુલ વિપરિત છે. ભણતરનું પ્રમાણ વધુ છે અને વિજ્ઞાનની બોલબાલા છે એટલે હવે ધર્મને વિજ્ઞાનની રીતે સમજાવવાની જરૂર છે. આ જ વિચારને આગળ વધારવા હિન્દુધર્મના સિદ્ધાંતો, રિવાજો અને તહેવારોમાં રહેલા વૈજ્ઞાનિક તથ્યો સાથેની લેખમાળા મુંબઇથી પ્રગટ થતા પ્રસિદ્ધ દૈનિક ‘જન્મભૂમિ-પ્રવાસી’માં લખવામાં આવી. આ લેખમાળાને જૂની-નવી તમામ પેઢીના વાચકોનો સુંદર પ્રતિસાદ મળ્યો. તેમની માગણીને માન આપી હવે તે આવનારી પેઢીને ઉપયોગી એવા પુસ્તકરૂપે પ્રગટ થયું છે.
ધર્મ અને વિજ્ઞાન બન્ને ઊંડુ સંશોધન માગી લે તેવા વિષય છે. લાખો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, વ્રતો, રીતરિવાજોને કપોળ કલ્પિત માની તેની ઉપેક્ષા કરવાને બદલે એમાં એક ટકો પણ સત્યરૂપી માખણ નીકળી શકે છે તેમ માની આપણે અને આપણી સરકારે મનોમંથન કર્યું હોત તો ઘણા જ લાભકારક પરિણામ પ્રાપ્ત થાત. સત્યને શોધવાની ફરજરૂપે જ આ પુસ્તકનું સર્જન થયું છે. અહીં જે પ્રયાસ થયો છે તેમાં ક્યાંક કચાશ રહી ગઇ હોય અથવા ક્યાંક અતિશયોક્તિ લાગતી હોય તો આ બન્ને બાબતોમાં સંશોધનને પૂર્ણ અવકાશ છે. પુસ્તક વાંચ્યા પછી તમારા સલાહ-સૂચનોની ખૂબ અપેક્ષા છે.
આ પુસ્તકના હિન્દી રૂપાંતર ‘ધર્મ ઔર વિજ્ઞાન’ ને મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો છે.
-લેખક મુકેશ ગ. પંડ્યા.

Book Details

Number of Pages: 218
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

Dharmabhi kabhi vigyan tha, hai aur rahega

Dharmabhi kabhi vigyan tha, hai aur rahega

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Dharmabhi kabhi vigyan tha, hai aur rahega.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.