You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

KRANTIGURU PANDIT SHYAMAJI KRISHNAVARMA - ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર

ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર
Hemantkumar Gajanan Padhya
Type: Print Book
Genre: Biographies & Memoirs
Language: Gujarati
Price: ₹220 + shipping
Price: ₹220 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

ભારતનાં મહાન ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન ચરિત્ર પર લખાયેલ આ પુસ્તક અન્ય પુસ્તકોની સરખામણીમાં ભિન્ન અને વિશેષ છે. આ પુસ્તક ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં સર્વ પ્રથમ ગુજરાતી સ્વાતંત્ર્યવીર કે જેમણે ગાંધીજી પહેલાં વીશ વર્ષ અગાઉ ભારતની સ્વતંત્રતા માટે બ્રિટીશ સામ્રાજ્યની રાજધાની લંદનમાં રહી બ્રિટીશ સામ્રાજ્ય સામે ચળવલ શરૂ કરી હતી તેમની જીવનગાથાને સંક્ષિપ્તમાં વાંચકો સામે પ્રસ્તુત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનાં અભિયાનમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું યોગદાન ઘણું જ મહત્વનું, અમુલ્ય અને અજોડ હોવાં છતાં પણ તેમને ભારતની સ્વતંત્રતાનાં ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યુ ન હોવાનો પ્રથમ વાર સચોટ ઉલ્લેખ કરીને લેખકે તેમનાં અનોખાં બલીદાનની ગાથાને આ સંક્ષિપ્ત જીવન ચરિત્રમાં વણી લઈને પંડિત શ્યામજી કૃષ્ણવર્માને ન્યાય અપાવવાં પ્રયત્ન કર્યો છે.

About the Author

આ પુસ્તકનાં લેખક શ્રી હેમંતકુમાર પાધ્યાએ પોતાનાં કાવ્યોનું પુસ્તક ‘દર્દ’ અને પોતાનાં લખેલાં રાષ્ટ્રવાદી ગીતોની ઑડિયો સીડી ‘જય હિંદુત્વમ’ પ્રકાશીત કર્યાં છે. ‘સત્યનારાયણની કથા’, ‘હિંદુ ધર્મ’ અને ‘સ્વામિ વિવેકાનંદ’નું સંક્ષિપ્ત જીવન ચરિત્ર વિગેરે પુસ્તકોનું પણ પ્રકાશન તેમણે કર્યું હતું. પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન પર આધારીત સંપૂર્ણ રંગીન, દળદાર અને સર્વપ્રથમ ઐતિહાસિક ચિત્રજીવનીનાં પુસ્તક ‘’ ફોટોગ્રાફિક રેમેનિસન્સ ઓફ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા’ અને ક્રાંતિકારી પંડિત શ્યામજીકી અમર કહાની’ ડિવીડી પ્રકાશીત કરવાનો શ્રેય શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાને જ ફાળે જાય છે. ભારતનાં મહાન ક્રાંતિકારી સ્વતંત્ર્ય સેનાની પંડિત શ્યામજીને પોતાની હાર્દિક શબ્દાંજલિ સ્વરૂપ પ્રથમ પુસ્તક ‘કાવ્યાંજલિ’નાં પ્રકાશન બાદ હાલ તેમણે પોતાની કાવ્યકૃતિનું બીજું પુસ્તક ‘શ્રદ્ધાંજલિ’ પણ પ્રકાશિત કર્યું છે. ગયા વર્ષે હેમંતકુમારે પંડિત શ્યામજીનાં જીવન અને કાર્યો પર સીડી રોમ અને પંડિત શ્યામજીને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં તેમનાં ગીતોની મધુર સંગીતમય એમ્પીથ્રી સીડીનાં સંગ્રહને પ્રકાશીત કર્યો હતો જેનું વિમોચન મહાન કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાજીએ ઘાટકોપર, મુંબઈ ખાતે કર્યું હતું. આ ઉપરાંત શ્યામજીની સ્મૃતિને જ્વલંત રાખવાનાં અભિયાનમાં પોતાનાં સંશોધનો અને પ્રાપ્ય માહિતી પર અવલંબિત શ્યામજીનાં જીવન અને કાર્ય પર એક દળદાર પુસ્તક આવતા પ્રકાશિત કરવાની પણ ભાવી યોજના સ્વરૂપ લઈ રહી છે. આ રીતે પરદેશમાં રહેવાં છતાં પણ શ્રી હેમંતકુમારે આપણાં ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ જેવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનો અમુલ્ય ફાળો અર્પણ કર્યો છે.

Book Details

Publisher: USHA PRAKASHAN
Number of Pages: 99
Dimensions: 6.03"x9.02"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

KRANTIGURU PANDIT SHYAMAJI KRISHNAVARMA - ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર

KRANTIGURU PANDIT SHYAMAJI KRISHNAVARMA - ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Other Books in Biographies & Memoirs

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.