You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
શ્રીમદ્દ ભગવદ્દગીતા
મહર્ષિ વ્યાસ દ્વારા, મહાભારત ગ્રંથ અંતર્ગત, લખાવાયેલ કાવ્યાત્મક, શ્લોકાત્મક પ્રસ્તુતી, અને ભગવાનશ્રી ગણેશ દ્વારા લિખિત...
પૂર્ણ પુરુષોતમ, શ્રી કૃષ્ણ ભગવાનના શ્રીમુખે અર્જુનને ઉદદેશીને અપાયેલા અમૃતવચનો...
આધ્યાત્મિક વિષયાનુસાર વર્ગીકૃત તત્વત: સરળ મુળ સ્વરૂપે ગુજરાતી ભાષાંતરની અભિનવ પ્રસ્તુતી ..
સંકલન -સંપાદન-અનુવાદ
સનાતન પથિક
स्वयंशिष्यभावार्थे एवं स्वयंशिक्षकभावार्थे
यत्किंचित धर्म कार्यार्थे समर्पित प्रकाशित
શ્રીમદ્દ ભગવદ્દગીતાના ગ્રંથની, સનાતન હિન્દુ ધર્મના મૂર્ધન્ય ધર્મ ગ્રંથોમાં ગણના થાય છે. હિન્દુ ધર્મ અને ચિંતનનો અભ્યાસ શ્રીમદ્દ ભગવદ્દગીતાના અભ્યાસ વિના અધુરો છે. આ ગ્રંથનું માત્ર ચિંતનાત્મક અને દર્શન માટેનું જ મહત્વ નથી, પણ આ ગ્રંથનું, સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ ભાવથી, પરમાત્માની પૂજા તરીકે, શ્રધ્ધાથી આ ગ્રંથનો પાઠ કરવાનું પણ પુરાણ કાળથી અનેરું મહત્વ છે . આ ગ્રંથનો ઉપદેશ માત્ર સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે જ નહી પણ સમગ્ર માનવ જાતિ માટે સર્વત્ર દેશ–કાળમાં વસતા મનુષ્યો માટે પ્રેરણા રૂપ છે. આ ગ્રંથમાં ૭૦૦ શ્લોકમાં સંક્ષીપ્ત રૂપે હિન્દુ ધર્મના ચાર પ્રમુખ માર્ગ જ્ઞાન, યોગ, ભક્તિ અને કર્મનો મહીમા સુંદર રીતે વર્ણવાયો છે. આ ગ્રંથનું કાવ્યાત્મક લાધવ પણ સુંદર હોઇ આ ગ્રંથના કાવ્ય રૂપી પઠનનો પણ અનેરો મહીમા છે. આ ગ્રંથ કૃષ્ણ મહીમાનો પણ પ્રમુખ ગ્રંથ હોઇ, વૈષ્ણવ પંથના અનુયાયીઓ માટે પ્રમુખ ગ્રંથ પણ ગણાય છે. આ ગ્રન્થનું હિન્દુ ધર્મમાં અનેરું સ્થાન હોઇ તથા આત્માની મુક્તિનો ગ્રંથ ગણવામાં આવતો હોઇ હિન્દુઓમાં મરણ કાળે, મરણ સન્મુખ વ્યક્તિને, આ ગ્રંથનો પાઠ સંભળાવવાનું અનેરું મહત્વ છે, તથા દિવંગત આત્માના શ્રેયાર્થે તેની આત્મશાંતિ માટે આ ગ્રંથનો પાઠ તેમના સ્વજનો દ્વારા કરવા–સાંભળવામાં આવે છે. આ ગ્રન્થમાં એટલું વૈવિધ્ય સમાયેલું છે કે, જે ગ્રંથમાં આદીશંકરાચાર્યને અદ્વૈતનું દર્શન થાય છે તે જ ગ્રંથમાં મધ્વાચાર્યને દ્વૈતનું દર્શન થાય છે. એજ રીતે અનેક આચાર્યોને અનેક પ્રકારે વિભિન્ન સિદ્ધાંતોનું દર્શન થાય છે.
મહાભારત અંતર્ગત છઠ્ઠા પર્વમાં “ભીષ્મ પર્વ “ ના અધ્યાય ૨૩ થી ૪૦ એને જ, અલગથી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા, ગ્રન્થની ઓળખ મળેલ છે. આ ગ્રંથ કુલ અઢાર અધ્યાયનો, કુલ ૭૦૦ શ્લોકનો, અનુષ્ટુપ છંદમાં, સંસ્કૃત ભાષામાં લખાયેલ ગ્રંથ છે. આ ગ્રંથમાં, ૧ શ્લોક ધૃતરાષ્ટ્ર કહે છે, સંજય ૪૧ શ્લોક કહે છે, અર્જુન ૮૪ શ્લોક કહે છે તથા ભગવાનશ્રી કૃષ્ણ ૫૭૪ શ્લોક કહે છે. મહાભારત ગ્રંથ અંતર્ગત, શ્રીમદ્દ ભગવદ્દગીતાના રચયિતા ઋષિ વ્યાસ છે તથા આ ગ્રંથના લહીયા સ્વયં શ્રી ગણેશ ભગવાન છે. આ ગ્રન્થ અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદ રૂપે લખાવામાં આવેલ છે .આ ગ્રંથનો ઉપદેશ સ્વયં ભગવાનશ્રી કૃષ્ણના સ્વમુખે આપવામાં આવેલ હોઇ, આ ગ્રંથને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની વાણી તરીકેનો અત્યંત ઉચ્ચ આદરભાવનો દરજ્જો મળેલ છે .આદિ કાળથી ભારત ભૂમીમાં સત્ય અને આધ્યાત્મની યાત્રા એ નીકળનારા મુમુક્ષુઓ માટે આ ગ્રંથ એક માર્ગ-દર્શકની ભૂમિકા ભજવી રહેલ છે. હિન્દુ ધર્મના પ્રધાન આચાર્યો એ આ ગ્રંથ ઉપર ભાષ્યો લખેલ છે.જેમાં પ્રમુખ, શંકારાચાર્ય, અભિનવગુપ્ત, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, કેશવ કાશ્મીરી, વલ્લભાચાર્ય, ભાસ્કરાચાર્ય, યમુનાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, સંત જ્ઞાનેશ્વરના ભાષ્યોની, વિશેષ ગણના થાય છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book શ્રીમદ્દ ભગવદ્દ ગીતા.