You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
આ ‘શ્રી ગૌતમ ગોત્રની કુળદેવી શ્રી શકટાંબિકા માતા’ પુસ્તક પ્રકાશન કરવાની મારી મહેચ્છાની પ્રેરણાનો યશ અમારાં કુળદેવી આધ્યશક્તિ જગદ્જનની શ્રી શકટાંબિકા સ્વરૂપ માતા અંબિકાને ખોળે જાય છે. કુળદેવી શ્રી શકટાંબિકા માતાની આધ્યાત્મિક પ્રેરણાથી રચાયેલી મારી ભજન કાવ્યરચના સાથે વિશ્વવિધાતા શકટાંબિકાનાં મહાત્મ્ય, અમારાં વંશનાં ગોત્ર સર્જક મહર્ષિ ગૌતમ, અમારાં કુળદેવી શ્રી શકટાંબિકા માતા અને ગોત્રની માહિતી તેમજ ઔદીચ્ય બ્રાહ્મણો, સિધ્ધપુર અને રુદ્રમહાલયનાં ઈતિહાસનાં વિષયને આવરી લેતું આ પુસ્તક એક ઐતિહાસિક, સામાજીક અને કાવ્યાત્મક સ્વરૂપનાં સુંદર સુમેળનાં સંગમ તરીકે તેને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં ઔદિચ્ય બ્રાહ્મણો, બ્રાહ્મણોનાં વિવિધ વર્ગો અને જ્ઞાતિ, ગોત્ર પ્રથા, ગૌતમ ગોત્રનાં ગોત્રીઓની યાદી અને સિધ્ધપુર અને રુદ્રમહાલયનાં ઈતિહાસને વિગતવાર ચર્ચવામાં આવ્યો છે. ઉપરાંત સગોત્ર લગ્ન પર ધાર્મિક પ્રતિબંધનાં વૈજ્ઞાનિક કારણો અને સગોત્ર લગ્નોથી ઉત્પન્ન થતી પ્રજોત્પત્તિમાં ઉદભવતાં ભયંકર રોગોનાં ઉદાહરણો સાથે સંક્ષિપ્તમાં ચર્ચા કરવામાં આવી છે. હાલ આપણાં સમાજનાં ઘણાં સુધારાવાદી, અર્વાચીન અને સાક્ષર બની બેઠેલાં લોકો અને ભારતનાં કેટલાં અણસમજુ રાજનેતાઓ સગોત્ર લગ્નોને ધારાકીય સમર્થન આપવાની હિમાયત કરી રહ્યાં છે એવાં સમયે આ પુસ્તક એ વિષયમાં સમાજને સાચું માર્ગદર્શન આપવામાં સહાયરૂપ બની રહેશે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book SHRI GAUTAM GOTRANI KULADEVI SHRI SHAKATAMBIKA MATA.