You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
લાઘવિકા લખવાનો વિચાર એ માટે સ્ફૂર્યો કારણ કે ગુજરાતી સાહિત્ય વિવિધતાઓથી સરભર છે. નવલિકા, નવલકથા, નિબંધો, જીવની, એકાંકી, લઘુકથાઓ વગેરે વગેરે. માઇકો ફિક્શન અંગ્રેજી સાહિત્ય માટે ખૂબ જ પ્રચલિત નામ છે. ગુજરાતી સાહિત્ય માટે માઇક્રો ફિક્શનને લાઘવિકા નામ આપ્યું. આ લાઘવિકા સંગ્રહમાં બાળકથી લઈ વૃદ્ધ વ્યક્તિના હ્રદયને સ્પર્શે એવી ચોટદાર લાઘવિકાઓ લખી છે. ૫૧ લાઘવિકાઓનો આ સંગ્રહ જેમાં મા વગરના બાળકની વ્યથા, દેશમાં ચાલી રહેલી સમસ્યાઓ, માતા – પિતાનું સન્માન, બાળકોને જૂની રમતો સાથે જોડવાની શીખ, પતિ – પત્નિનો મીઠો ઝઘડો, પ્રેમ, મિત્રતા, રાજકારણ વગેરે વગેરે બાબતોનો સમાવેશ કરેલો છે. ગુજરાતી સાહિત્યમાં લાઘવિકાને પણ બાકી બધા પ્રકારો જેટલું જ માન મળે એ હેતુથી આ સંગ્રહ વાચકો સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Nargeliyo.