You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ઈન્ડિયા આજે એક એવો દેશ બની ગયો છે જ્યાંની હરકતો (મીડિયા, સરકાર, બિઝનેસમેન, સામાન્ય જનતા દ્વારા લેવાતી દરેક ક્રિયાઓ) માં double standards જોવા મળે છે, જેને સાદી ભાષામાં હાથીના દાંત કહી શકાય! પણ જો વાસ્તવમાં જ તે હાથીના દાંત હોય તો દેશ વિકાસ કઈ રીતે કરે છે? દેશને હજારો વર્ષોથી બધી દિશા માંથી બરબાદ કરવાના અમરણિયાત પ્રયત્નો કર્યા છે તેમ છતાં દેશ કેમ આજે પણ વેન્ટિલેટર લઈને પણ જીવી રહ્યો છે?!!!
(વેન્ટિલેટર શું/કોણ છે? — એ સમજવા માટે આખી પુસ્તક વાંચવી પડશે!!!)
*****************************
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં ગુનો તો થાય પણ ગુનાની સજા નહીં!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં જેનાં પર ભરોસો કરો તે જ વિશ્વાસઘાત કરે!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં હરકોઈ પોતાને બાદશાહ માની ને જીવે!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં ભક્તિ અને સત્સંગનું આડંબર ભરપૂર જોશમાં થાય છે!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં સત્તા અને પત્તાના મોહમાં માણસ પણ પોતાનો ગૌરવશાળી ઇતિહાસ ભૂલી જાય છે!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં પશ્ચિમી દેશોની વિચારધારાને સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવે છે અને પોતાની જુનવાણી બનાવી દેવાય છે!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં મનુસ્મૃતિ નો સદંતર વિરોધ કરવામાં આવે છે અને સેક્યુલરનાં નામે લડાઈ ઝઘડા કરવામાં આવે છે!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં ગુલામીની માનસિકતા જ ઉભરાઈ આવે છે!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં વાયદાઓ તો આસમાન સુધીનાં હોય છે પણ હકીકત ગટરનાં ઢાંકણા સુધીની પણ નહીં!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં લોકશાહી નામ માત્ર છે પણ નિયંત્રણ અમુક લોકોના હાથ માં જ છે!
ઈન્ડિયા એક એવો દેશ છે જ્યાં "સત્યમેવ જયતે" ફક્ત પુસ્તકમાં જ શોભે છે!
ઈન્ડિયા એક એવો દેશ છે જે "વિશ્વગુરુ" તરીકે ઓળખ બનાવવાં માંગે છે પણ તેનું નામોનિશાન પણ દેખાતું નથી!
*****************************************
લાખો લોકોની બલી ચઢી ગઈ પણ કોઈનાય હાથમાં નાં તો જમીન રહી, કે નાં તો સત્તા. અબજોપતિની સંપત્તિ વાળો વ્યક્તિ પણ આગ પછીની રાખ સાથે ભળી ગયો પણ, માનવીનો અહંકાર તેમ છતાંય રેતીના કણ જેટલોય ઓછો નાં થયો. સ્વાર્થ, ઈર્ષ્યા અને અહંકારની હોડ માં લાખ-ચોરાશી પણ ગુમાવી ગયો, તો પણ મૂર્ખ માણસ ક્યારેય આંખ નાં ખોલી શક્યો!
****************************************
હજુ તો ઘણું બધું બાકી છે જાણવાનું! વાંચો આખી પુસ્તક!
Eye opening book
At first when I looked at the title, I was so angry on the author because he insulted Indians. And before I take an action against him, I thought why not to read the book?! So, I purchased it and read the book, to be honest, it opened my eyes completely. And now I believe that all Indians must read this book and implement the knowledge in their life.