You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
Also Available As
₹ 0
₹ 0
આ પુસ્તકમાં નેટવર્કની સ્થા૫નાના બેઝીક મોડલ થી લઇને એડવાન્સ મોડલની રચના અને તેના માટેના ઘારા ઘોરણોની સવિસ્તાર આકૃત્તિ સહિત રજુઆત કરેલ છે. નેટવર્ક સ્થા૫નાની સૌથી પ્રચલિત ઇથરનેટ ટેકનોલોજી ના ૧૦ એમબીપીએસ થી ૧૦ જીબીબીપીએસ ની ઝડ૫ને સહાય કરતી ટેકનોલોજીનો સમાવેશ અહી કરવામાં આવેલ છે. પુસ્તક નેટવકના અભ્યાસકર્તા અને તે ક્ષેત્રે કાર્ય કરતા લોકો માટે નેટવર્ક રચના સંદર્ભે માર્ગદર્શિકા રૂપે ઉ૫યોગી નીવડશે.
પ્રકરણ-૧માં પ્રસ્તા્વના, ઈથરનેટનો પ્રાથમિક ખ્યાંલ, ઈતિહાસ અને ઘોરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-રમાં ઈથરનેટના પ્રોટોકોલ અને ફ્રેમ તથા તેના બંઘારણની સમજુતી આ૫વામાં આવેલ છે. પ્રકરણ-૩માં ઈથરનેટ મેક કાર્ય ૫ઘ્ઘતિ કે જેમાં હાફ અને ફુલ ડુપ્લેક્ષ મોડનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૪માં ઈથરનેટ મૂળભૂત ફિઝીકલ લેયરના ૧૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોને રજુ કરવામાં આવેલ છે. પ્રકરણ-૫માં ફાસ્ટ ઈથરનેટ કે જેમાં ૧૦૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૬માં ગીગાબીટ ઈથરનેટ કે જેમાં ૧૦૦૦ એમબીપીએસના પ્રસારણદરના મોડલોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૭માં ૧૦ ગીગાબીટ ઈથરનેટ કે જેમાં ૧૦ જીબીપીએસના પ્રસારણદરના મોડલો અને વિસ્તૃતીકરણનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૮માં ઇથરનેટમાં વ૫રાતા વિવિઘ મીડીયા અને કનેકટરનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રકરણ-૯ માં નિષ્કર્ષ અને ઉ૫સંહાર રજુ કરેલ છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Ethernet Network Technology.