You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

શિવજીના 19 અવતારો

Dr. V. K. Ravaliya
Type: Print Book
Genre: Education & Language
Language: Gujarati
Price: ₹225 + shipping
Price: ₹225 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

જીવનની દોડધામ અને વિશેષ કરીને MBBS જેવા કઠિન અને અત્યંત વ્યસ્ત અભ્યાસક્રમ વચ્ચે મનની શાંતિ મેળવવી એ એક લહાવો છે. મારા MBBS ના અભ્યાસ દરમિયાન મારી દિનચર્યાનો એક અત્યંત અગત્યનો ભાગ ભગવાનનાં પુસ્તકો વાંચવાનો પણ રહેતો હતો. આ જ નિત્યક્રમ અને વાંચન દરમિયાન મારા હૃદયમાં ઈશ્વર પ્રત્યેનો ભક્તિરસ ક્યારે જાગૃત થઈ ગયો, તેની મને પોતાને પણ ખબર ન રહી. પ્રભુભક્તિના એ અદ્ભુત રસમાં મને એક અલગ જ પ્રકારની ઉર્જા અને સકારાત્મક્તાનો અનુભવ થયો.

સામાન્ય રીતે મેં નોંધ્યું છે કે, ઓનલાઈન કે ઓફલાઈન મળતાં ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો ખૂબ જ વિસ્તૃત અને વધુ પાનાંવાળા હોય છે. આજના આ ઝડપી યુગમાં સમયના અભાવે આપણે ઘણીવાર તે પુસ્તકો પૂરાં વાંચી શકતા નથી અથવા તો તેને અધવચ્ચેથી જ છોડી દઈએ છીએ. આપણા ધર્મના મહાન પાઠો અને ઈશ્વરની લીલાઓ લોકો સુધી સરળતાથી પહોંચવી જોઈએ, એવા વિચારથી જ આ પુસ્તકનો જન્મ થયો છે.

એટલા જ માટે મેં આ પુસ્તકમાં દેવાધિદેવ મહાદેવના 19 અવતારોની કથા અને તેમના ઉદ્દેશ્યને અત્યંત સાદી, સરળ અને સહજતાથી સમજાઈ જાય તેવી ભાષામાં આલેખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. મારો મુખ્ય હેતુ એ છે કે ઘરના વૃદ્ધોથી લઈને નાના બાળકો પણ શિવજીના આ વિવિધ અવતારોનો મહિમા આસાનીથી સમજી શકે. એટલું જ નહીં, પણ દરેક અવતારની પાછળ છુપાયેલી સચોટ 'શીખ' ને તેઓ પોતાના જીવનમાં ઉતારીને એક સાચા અને પ્રગતિશીલ માર્ગે આગળ વધી શકે.

Book Details

ISBN: 9788190323406
Publisher: Nirmohi Publication
Number of Pages: 78
Dimensions: 5.50"x8.61"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

શિવજીના 19 અવતારો

શિવજીના 19 અવતારો

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book શિવજીના 19 અવતારો.

Other Books in Education & Language

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.