You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
લંડનના આપણા બહુમાન્ય સાપ્તાહિક “ગુજરાત સમાચાર'માં ૧૯૯૮ના ઓક્ટોબરની બીજી તારીખ ને વિક્રમસંવત્ ૨૦૫૪ની વિજયાદશમીના શુભ દિવસથી હપ્તાવાર પ્રગટ થવી શરૂ થયેલી ‘બળતા પલાશ' નામની મારી ધારાવાહી નવલકથા “જો તુમ તોડો પિયા” ના નવા નામાભિધાનથી આજે પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં મને ઘણો આનંદ થાય છે.
મારી લેખનપ્રવૃત્તિમાં સદાસર્વદા જાગૃત રસ ધરાવતાં મારાં પત્ની વિમળાદેવીને “બળતા પલાશ' નામ ઓછું ગમતું હોવાથી ગ્રંથસ્થ થવા ટાણે એ નામ બદલીને મેં ‘જો તુમ તોડો પિયા' રાખ્યું છે. અને એ કારણે પહેલા પ્રકરણમાં તેમજ અન્યત્ર કંઈક ફેરફાર પણ કરવા પડ્યા છે.
આ વાર્તાના નાયક ગોવિંદ રાધાને તજી દીધી છતાં હું તમને તજનાર નથી. તમે ભલે મારી સાથેનો પ્રેમસંબંધ તોડી નાખો, પણ હું એ તોડવાની નથી. તોડીને કોની સાથે જોડવો' એવી દાંપત્યભાવનાને દઢપણે વળગી રહેતી વાર્તાની નાયિકા રાધાને ધ્યાનમાં રાખીને જો તુમ તોડો પિયા” નામના મીરાંના સુવિખ્યાત ગીતનું મુખડું આ નવલના નવા શીર્ષક રૂપે પસંદ કર્યું છે. વાચકોને યથાર્થ લાગશે એવી આશા છે.
વળી આ વાર્તાના નિર્માણમાં મને પ્રેમ ને...
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book જો તુમ તોડો પિયા.