You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
માનવ-સ્વભાવની વિચિત્રતાઓ અને વિશિષ્ટતાઓ, નિર્બળતાઓ અને નિષ્ફળતાઓ, આડેડાઈ અને અવળચંડાઈ પર હસતાં હસતાં બીજાઓને હસાવવાની વૃત્તિમાંથી જન્મેલી હાસ્યના લેખે લખવાની મારી નિયમિત રીતે અનિયમિત પ્રવૃત્તિ કોઈ દિવસ ગ્રંથસ્થ થઈ શકે એટલું વૈપુલ્ય (અને પ્રાબલ્ય તો તમે જાણો !) ધારણ કરી શકશે એવી કલ્પના બહુ ઓછી હતી. પરંતુ પૂર્વ આફ્રિકાના કેનિયા દેશના પાટનગર નૈરોબીથી પ્રગટ થતા ગૂજરાતી સાપ્તાહિક “આફ્રીકા સમાચાર'ના તંત્રી શ્રી ચીમનભાઈ ભટ્ટ મારા લેખો પ્રગટ કરતા રહ્યા, લખવાનું પ્રોત્સાહન આપતા રહ્યા અને એ સાપ્તાહિક ગૂજરાતી વાચક–વર્ગ મારાં લખાણનાં વખાણ (રામ જાણે કેટલાં સાચાં !) કરતો રહ્યો એના ફળ રૂપ આ “વિનોદિકા' છે.
એ સૌને તેમ જ મારા આ પુસ્તક પ્રત્યે પ્રેમ અને મમતા દાખવી અભિનંદન અને શુભકામનાઓની “અ” ભરી ફૂલપાંખડીઓથી મને નવાજી દેનાર મારા સૌ સ્નેહીમિત્રોનો હું આ પ્રસંગે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.
અને એવાં જ પ્રેમમમતાથી આ પુસ્તક પ્રગટ કરવાની ભાવના દાખવવા બદલ શ્રી ઈશ્વરલાલ દવે એને શ્રી મૂળશંકરભાઈ દવેને કેમ ભૂલી શકું?
અંતમાં, આ હળવી નિબંધિકાઓ પાછળ પૂર્વ આફ્રિકાના ગુજરાતી સમાજનું વાતાવરણ વર્તાયા વિના નહિ રહે. પરંતુ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગૂજરાત” એ ઉકિત મુજબ ભારતને ગૂજરાતી સમાજ આમાં પોતાનું અશેષ નહિ તો વિશેષ પ્રતિબિંબ પણ જોઈ શકશે તો સંતોષ માનીશ.
પોપટલાલ પંચાલ
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book વિનોદિકા.