You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ભારતનું સૌથી લોકપ્રિય વ્યક્તિત્વ ભગવાન કૃષ્ણ છે. આજે હજારો વરસો પછી પણ લોકોની રુચિ તેમનામાં વધતી જ રહી છે. કવિઓ-લેખકો ની પ્રેરણા છે - કૃષ્ણ. કૃષ્ણ જીવનને જાણવા-માણવા કોઈ વિશેષ ચક્ષુ કે મનની જરૂર નથી. કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જરૂર છે પરંતુ સામાન્ય માણસને માટે આસાનીથી ઉપલબ્ધ પણ છે.
આ પુસ્તક કૃષ્ણના જીવનના કેટલાક ગુણો, માનવજીવનમાં તેમનું પ્રદાન, આજના યુગ માટે, અંદાજે ૫૦૦૦ વર્ષ પછી પણ કેટલા ઉપયોગી છે, પ્રસ્તુત છે તે જાણવાનો નમ્ર પ્રયાસ છે.ભગવાન કૃષ્ણ ને જ વંદન કરીને આ પુસ્તક લખ્યું છે. આશા રાખું છું દરેક વાંચનારને ઉપયોગી થાય અને તમારા જીવનમાં પ્રેરણા મળે - જીવન આનંદિત બને. કૃષ્ણ નો આભાર.
તમે કોઈપણ ક્ષેત્રથી જોડાયેલા હો, કૃષ્ણ જીવનને, ગુણોને માર્ગદર્શક તરીકે અનુસરશો તો હું આશા રાખું છું કે તમને જરૂરથી નવી દિશા મળશે, પ્રેરણા મળશે અને પ્રગતિ કરશો.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Krishna.