You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ઈશ્વરના અસ્તિત્વનો પરિચય પ્રાપ્ત કર્યા પછી તેની પ્રતીતિઓ મેળવવાની પાત્રતા સુધીની માનવીની-ઉપાસકની મનોયાત્રા એ ઉપાસના છે, ભક્તિ છે. ઉપાસનાનો દુષ્કર માર્ગ, ભક્તિનો અનન્ત પ્રદેશ ઉપાસકની ઈશ્વરના અસ્તિત્વની પ્રતીતિના પ્રકાશને આશ્રયે સરળ બની જાય છે.
પણ આ પ્રતીતિ શરણાગતિ વિના હાંસલ થઈ શકતી નથી. શરણાગતિ એ ખુબ સૂક્ષ્મ બાબત છે. આ શરણાગતિ અનેકવિધ રીતે હાંસલ થઈ શકે છે. એના વિભિન્ન પાસાંઓની મેં મારા અનુભવોના આધારે આ પુસ્તકમાં છણાવટ કરી છે. શરણાગતિને હાંસલ કરવા ઉપકારક એવા કેટલાક ‘આધ્યાત્મિક કેડી'ના લેખોની પસંદગી કરી અત્રે શરણાગતિના મૂળભૂત, ઊંડા, સૂક્ષ્મ રહસ્યને સમજવાનો-સમજાવવાનો મારો ઉપક્રમ રહ્યો છે ને તેથી જ પુસ્તકનું નામ પણ ‘શરણાગતિ’ રાખવાનું ઉચિત સમજ્યો છું.
અત્રે આપેલી તમામ હકીકતો મારા અનુભવમાંથી તેમ જ માતાજીના આદેશ, સંકેત, પ્રેરણાને આધારે પ્રાપ્ત કરેલી છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Sharnagati.