You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
આ પુસ્તકમાં તમને શું મળશે?
દેશની આર્થિક લૂંટ કેવી રીતે થાય છે?
નેતાઓની ડબલ બોલી શા માટે સજાપાત્ર નથી?
સફળતાની હાલની વ્યાખ્યા એ કેવી રીતે શોષણનું સાધન છે?
ધર્મ, જાતિ, શિક્ષણ અને કરિયર શા માટે ટ્રેપ છે?
ભારત અને ઇન્ડિયા વચ્ચે શું ફરક છે?
સાચો યોદ્ધા કોણ છે અને તે શું કરે?
આ પુસ્તક તમારી વર્ષો જૂની વિચારધારાને પડકારશે.
તે તમારી આરામદાયક દુનિયાને હચમચાવી નાખશે.
તે તમને અસહજ બનાવશે, પણ તે તમને જાગૃત કરશે.
આ પુસ્તક કોના માટે છે?
જે લોકો 'ચાલે છે, ચાલશે' કહીને જીવી રહ્યા છે,
જે યુવાનો દેશ છોડીને વિદેશ ભાગી રહ્યા છે,
જે માતા-પિતા પોતાના બાળકોને રોબોટ બનાવવા ઈચ્છે છે,
જે નાગરિકો હજી પણ નેતાઓની વાતોમાં આવે છે,
અને જે લોકોને પોતાના દેશ પ્રત્યે પ્રેમ છે, પણ એ દેશના ગુલામ બનવાનું નથી.
આ પુસ્તક વાંચ્યા પછી તમે બેમાંથી એક જ વ્યક્તિ હશો: કાં તો તમે તેને સ્વીકારીને જાગૃત થશો, અથવા તેની સામે બળવો કરશો. પણ તેને અવગણી શકશો નહીં.
શું તમે યોદ્ધા છો, કે પછી નપુંસક?
જો તમને પ્રશ્નો પૂછવાની હિંમત છે, જો તમે સત્ય સ્વીકારવા તૈયાર છો, અને જો તમે ઇન્ડિયાને ભારત બનાવવાનું સપનું જોતા હોવ, તો આ પુસ્તક તમારા માટે જ છે.
પણ ચેતવણી: આ પુસ્તક વાંચતા પહેલા તમારી અંદરના સૂતેલા પરશુરામને જગાડી લેજો. કારણ કે આ પુસ્તકની એક-એક લાઇન તમારી ઊંઘ ઉડાડી દેશે.
"તમારું મૌન એ જ તમારી ગુલામી છે."
- કાલ ભૈરવ
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book નપુંસકો નો દેશ: ઇન્ડિયા.