You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
પ્રજાતિઓ અને વિચારોની એક યાત્રા
આ એક નાનકડા કોષથી શરૂ થતી વાર્તા છે.
અબજો વર્ષ પહેલાં, દરિયાના પાણીમાં એક નાનો જીવ હતો. એને આંખ નહોતી, મન નહોતું, નામ નહોતું. પણ એની અંદર એક વસ્તુ હતી ટકી રહેવાની, વધવાની, આગળ જવાની ઝંખના.
એ જ ઝંખના ધીમે ધીમે માછલી બની, પ્રાણી બની, માણસ બની. એ જ ઝંખનાએ આંખ આપી, પ્રેમ આપ્યો, વિચાર આપ્યો, અને આજે એ આપણને તારાઓ અને કૃત્રિમ બુદ્ધિ સુધી લઈ આવી છે.
પણ વાર્તા અહીં પૂરી થતી નથી. કારણ કે માણસ એકમાત્ર એવો જીવ છે જે પોતાની ઇચ્છાને જોઈ શકે છે અને જે વસ્તુને તમે જોઈ શકો, એનાથી તમે છૂટા પણ થઈ શકો. પહેલા કોષે ટકી રહેવા ઝંખ્યું; અને છેલ્લે માણસ મુક્ત થવા ઝંખે છે. એ જ ઇચ્છાનું છેલ્લું સ્વરૂપ છે.
આ પુસ્તક એ આખી સફરની વાર્તા છે પહેલા કોષથી માંડીને મુક્તિ સુધી. સાદી ભાષામાં, વાર્તાની જેમ, એ સમજાવે છે કે દરેક જીવને જોડતી એક જ વસ્તુ છે: ઇચ્છા. અને એ જ ઇચ્છા, અંતે, આપણને એની પોતાની પેલે પાર લઈ જવા માગે છે.
કારણ કે આપણે અહીં ઝંખવા માટે નહીં, પણ આખરે મુક્ત થવા માટે છીએ.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ઇચ્છાઓની ઉત્ક્રાંતિ (The Evolution of Desires).