You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

ધરોહર

Hetal Patel Desai
Type: Print Book
Genre: Poetry
Language: Gujarati
Price: ₹190 + shipping
Price: ₹190 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

ગુજરાત એટલે ગરબા, ગરબા એટલે માતૃશક્તિની આરાધના અને આરાધના એટલે શબ્દો, સૂર અને તાલનો દિવ્ય ત્રિવેણી સંગમ. નવરાત્રિના નવલા નોરતાં એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે ગુજરાતીઓના લોહીમાં વહેતી એક આગવી સંસ્કૃતિ છે. આપણી આ ભાતીગળ સાંસ્કૃતિક ધરોહરને શબ્દદેહ આપીને, ભાવ અને ભક્તિના તાંતણે ગૂંથીને કાગળ પર ઉતારવાનું ભગીરથ કાર્ય અને આ સુંદર પુસ્તકનું સર્જન કરનાર સર્જક એટલે શ્રીમતી હેતલ પટેલ દેસાઈ. પ્રસ્તુત પુસ્તક ‘ધરોહર’ ખરા અર્થમાં ગુજરાતની લોક સંસ્કૃતિ, ભક્તિભાવ અને ગરબાની પરંપરાનું એક એવું વહાલસોયું સરનામું છે, જ્યાં પહોંચતા જ વાચક અને ભાવક બંને મા જગદંબાના ચાંચર ચોકમાં પહોંચી ગયાની દિવ્ય અનુભૂતિ કરે છે.

હેતલબહેન પટેલ દેસાઈ માત્ર એક લેખિકા જ નથી, પરંતુ તેઓ એક સંગીતકાર, ગાયિકા, શિક્ષિકા અને આચાર્યા તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવે છે. આ પાંચેય ભૂમિકાઓનો અદ્ભુત સમન્વય તેમના આ ગરબાસંગ્રહમાં સ્પષ્ટપણે વર્તાય છે. એક ઉત્તમ શિક્ષકા અને આચાર્યા તરીકે તેમનામાં રહેલી શિસ્ત, ભાષા પરની પકડ, સમાજ પ્રત્યેની જવાબદારી અને નૈતિક મૂલ્યો પ્રત્યેનો આદર તેમના ગરબાના શબ્દોમાં નીખરી ઉઠે છે. તેમના શબ્દોમાં ક્યાંય ઓછપ નથી, પરંતુ એક માતૃભાષાના સંવર્ધક તરીકેની ગરિમા અને શુદ્ધતા છલકાય છે. વળી, તેઓ તાલ અને લયના જાણકાર છે. એક ગાયિકા અને સંગીતકાર હોવાના નાતે તેઓ બખૂબી જાણે છે કે કયો શબ્દ કયા ઢાળમાં, કયા લયમાં અને કેવા આરોહ-અવરોહ સાથે બરાબર બેસશે. તેમના ગરબાઓ માત્ર વાંચવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેને લયબદ્ધ રીતે ગાઈ શકાય, તાળીઓના તાલે ઝીલી શકાય અને તેના પર મન મૂકીને ઝૂમી શકાય તેવી તેમાં ગજબની નાદમધુરતા છે.

About the Author

હેતલ લિખિત ‘ધરોહર’ પુસ્તકમાં સમાવિષ્ટ તમામ ગરબા તેમણે પોતે લખ્યા છે. લેખન, સ્વરાંકન, ગાયન અને કોરિયોગ્રાફી સહિત ગરબો સંપૂર્ણ તૈયાર થાય તે માટેની તેમની એકલપંડે મહેનત અને સખીઓનો સહયોગ જ તેમની મૂડી છે. “કલાકારો અતિ સંવેદનશીલ હોય છે” - આનો અર્થ સમજવો હોય તો હેતલને મળવું જોઈએ. તેઓ સ્વભાવે આશુતોષ અને અત્યંત અનુશાસનપ્રિય છે. ગરબાના શબ્દો, લય, ઢાળ, તાલ, તાળી અને પગની ઠેસમાં તેઓ જરા પણ ચૂક ચલાવતા નથી; પોતાનો ગરબો ઈનામપાત્ર હોવો જ જોઈએ તે માટે તેઓ પૂરી પૂર્વ તૈયારી કરે છે. તેમણે ગરબા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી છે તેમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. તેઓ ‘સંપૂર્ણતાના આગ્રહી’ છે, કારણ કે તેમણે શાળામાં શિક્ષિકા અને આચાર્યા તરીકે ફરજ બજાવી છે. ૫ મે, ૧૯૬૮ના રોજ તેમનો જન્મ થયો, જાણે જન્મની સાથે જ તેઓ સૂરમાં રડ્યા હોય!
મારે સર્જક હેતલ વિશે ખાસ લખવું છે કે માતાજીના, રાધાકૃષ્ણના કે અન્ય વિષય પરના ગરબા જ્યારે કવયિત્રીના મનમાં સ્ફૂરે, ત્યારે તેમના ભક્તિભાવમાં રાધા કે ગોપીભાવ, પરમને પામવાનો આર્તનાદ તો હોય જ છે, સાથે સમર્પણ, સ્નેહ, સ્મરણો અને શક્તિની સાધના પણ ગૂંથાયેલી હોય છે. સહજપણે આપણું સાહિત્ય અને ભજન, ગરબા, રાસ એ સ્વકીય જીવનશૈલીનું પ્રતિબિંબ હોય છે. હેતલ તે રીતે ગરબાની કામયાબ સર્જક છે. તેમણે મુશ્કેલીઓને પડકાર આપી પાર્કિન્સન જેવી બીમારી સામે સતત ઝઝૂમવાનું ચાલુ રાખેલું, પરંતુ અંતે તેઓ જીત્યા. આ વાતની તેમના ડૉક્ટરે ખૂબ જ પ્રશંસા સાથે નોંધ લીધી છે. ‘ધરોહર’નું હાર્દિક સ્વાગત છે.

Book Details

ISBN: 9781105121821
Publisher: Nirmohi Publication
Number of Pages: 94
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

ધરોહર

ધરોહર

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book ધરોહર.

Other Books in Poetry

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.